1 કાળવ્રત્તાંત 15 : 1 (GUV)
દાઉદનગરમાં [દાઉદે] પોતાને માટે મહેલો બનાવ્યા. અને તેણે ઈશ્વરના કોશને માટે જગા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
1 કાળવ્રત્તાંત 15 : 2 (GUV)
એ વખતે તેણે કહ્યું, “લેવીઓ સિવાય કોઈએ ઈશ્વરનો કોશ ઊંચકવો નહિ; કેમ કે તેમનો કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે યહોવાએ તેમને જ પસંદ કર્યાં છે.”
1 કાળવ્રત્તાંત 15 : 3 (GUV)
તેણે યહોવાના કોશને માટે તૈયાર કરેલી જગાએ તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
1 કાળવ્રત્તાંત 15 : 4 (GUV)
વળી તેણે હારુનના પુત્રોને તથા લેવીઓને પણ એકત્ર કર્યા.
1 કાળવ્રત્તાંત 15 : 5 (GUV)
કહાથના પુત્રોમાં મુખ્ય ઉરીએલ, તથા તેના ભાઈઓ એકસો વીસ;
1 કાળવ્રત્તાંત 15 : 6 (GUV)
મરારીના પુત્રોમાં મુખ્ય અસાયા, તથા તેના ભાઈઓ બસો વીસ;
1 કાળવ્રત્તાંત 15 : 7 (GUV)
ગેર્શોમનાં પુત્રોમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઈઓ એકસો ત્રીસ;
1 કાળવ્રત્તાંત 15 : 8 (GUV)
અલિસાફાનના પુત્રોમાં મુખ્ય શમાયા, તથા તેના ભાઈઓ બસો;
1 કાળવ્રત્તાંત 15 : 9 (GUV)
હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ, તથા તેના ભાઈઓ એંશી;
1 કાળવ્રત્તાંત 15 : 10 (GUV)
ઉઝ્ઝીએલના પુત્રોમાં મુખ્ય અમિનાદાબ, તથા તેના ભાઈઓ એકસો બાર હતા.
1 કાળવ્રત્તાંત 15 : 11 (GUV)
દાઉદે સાદોક તથા આબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, તથા અમિનાદાબ, એ લેવીઓને બોલાવ્યા,
1 કાળવ્રત્તાંત 15 : 12 (GUV)
અને તેઓને કહ્યું, “એ તમે લેવીઓનાં [કુટુંબોના] મુખ્ય માણસો છો, તમે તથા તમારા ભાઈઓ બન્ને પોતાને શુદ્ધ કરો, અને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના કોશને માટે જે જગા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો.
1 કાળવ્રત્તાંત 15 : 13 (GUV)
તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો], માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
1 કાળવ્રત્તાંત 15 : 14 (GUV)
આથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાનો કોશ લઈ આવવા માટે પોતાને શુદ્ધ કર્યાં.
1 કાળવ્રત્તાંત 15 : 15 (GUV)
યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી, તેમ લેવી પુત્રોએ પોતાની ખાંધ પર ઈશ્વરનો કોશ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો.
1 કાળવ્રત્તાંત 15 : 16 (GUV)
દાઉદે લેવીઓના મુખ્યોને વાજીંત્રોથી, એટલે સિતાર, વીણા તથા ઝાંઝથી મોટો સ્વર કાઢવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગવૈયા ભાઈઓને નીમવાને કહ્યું.
1 કાળવ્રત્તાંત 15 : 17 (GUV)
માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને; તથા તેમના ભાઈઓને, એટલે મારારીના પુત્રમાંના કૂશાયાના પુત્ર એથાનને;
1 કાળવ્રત્તાંત 15 : 18 (GUV)
અને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને, એટલે ઝખાર્યા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફ્લેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ તેઓને દ્વારપાળો નીમ્યા.
1 કાળવ્રત્તાંત 15 : 19 (GUV)
એમ હેમાન, આસાફ તથા એથાન, એ ગવૈયાને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા માટે [નીમવામાં આવ્યા];
1 કાળવ્રત્તાંત 15 : 20 (GUV)
અને ટીપના સૂર પર મેળવેલી સિતારો સહિત ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ અહીએલ, ઉન્ની અલિયાબ, માસેયા તથા બનાયાને.
1 કાળવ્રત્તાંત 15 : 21 (GUV)
તેમ જ પરજના સૂર પર મેળવેલી વીણાઓ સહિત રાગ કાઢવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઇએલ તથા આઝ્ઝાયાને નીમવામાં આવ્યા.
1 કાળવ્રત્તાંત 15 : 22 (GUV)
લેવીઓનો મુખ્ય કનાન્યા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો, માટે તે રાગરાગણીની તાલીમ આપતો હતો.
1 કાળવ્રત્તાંત 15 : 23 (GUV)
બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
1 કાળવ્રત્તાંત 15 : 24 (GUV)
શબાન્યા, યોશાફાટ, નથાનિયેલ, અમાસાઈ, ઝખાર્યા, બનાયા તથા એલીએઃઝેર યાજકો ઈશ્વરના કોશની આગળ રણશિંગડા વગાડનારા હતા. અને ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
1 કાળવ્રત્તાંત 15 : 25 (GUV)
તે પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા ગયા.
1 કાળવ્રત્તાંત 15 : 26 (GUV)
જ્યારે ઈશ્વરે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંનું બલિદાન આપ્યું.
1 કાળવ્રત્તાંત 15 : 27 (GUV)
દાઉદ, કોશ ઊંચકનારા સર્વ લેવીઓ,.ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાન્યા પોતાના પૂરા બળથી નાચતા હતા, દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.
1 કાળવ્રત્તાંત 15 : 28 (GUV)
એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરારકોશને હર્ષનાદ કરતાં શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા.
1 કાળવ્રત્તાંત 15 : 29 (GUV)
જ્યારે યહોવાનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: